ગુજરાતમાં UCC લાગુ થયુ! જાણો નવો કાયદો તમારા જીવનને કેવી રીતે બદલશે!”



📌 ગુજરાતમાં UCC શું છે?


Uniform Civil Code (UCC) એટલે દેશના દરેક નાગરિક માટે એકસરખા નાગરિક કાયદા બનાવવાનો વિચાર.


હાલમાં ભારતમાં અલગ-અલગ ધર્મો માટે અલગ કાયદા છે. UCC લાગુ થાય તો:

👉 લગ્ન, છૂટાછેડા, વારસો જેવા મુદ્દાઓ માટે એકસરખા નિયમ લાગુ થશે.


⸻


📍 ગુજરાતમાં UCC ની હાલની સ્થિતિ


ગુજરાતમાં UCC કાયદો લાગુ થઈ ગયો અને ઉતરાખંડ પછી ગુજરાત બીજું રાજ્ય બન્યું જયા UCC લાગુ થયું છે.

⸻

- મહત્વની વાત એ છે કે અનુસૂચિત જનજાતિ UCCના દાયરાથી બહાર રખાશે.-


⚖️ UCC કયા મુદ્દાઓને અસર કરે છે?


UCC લાગુ થતા  નીચેના મુદ્દાઓમાં ફેરફાર થશે:

• લગ્ન (Marriage) અથવા લિવ ઇન રીલેશનશીપ 

- તમામ ધર્મો માટે છોકરાની લગ્નની ઉમર 21 વર્ષ અને છોકરીઓની લગ્નની ન્યુનત્તમ ઉમર 18 વર્ષ થશે.

- લિવઇન રિલેશનશીપની નોંધણી કરાવવી જરૂરી. 

- લિવ ઇન રીલેશનશીપની નોંધણી ન કરાવનારને 6 માસની કેદ    

- એક કરતાં વધારે લગ્ન પર પ્રતિબંધ

- પતિ અથવા પત્નીના જીવીત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ

- લગ્નનું રજીસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત

• છૂટાછેડા (Divorce) 

- પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર. 

- તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ

- મહિલાને ભરણપોષણ, સ્ત્રીધન,  કસ્ટડીમાં સમાન અધિકાર

- અલગ અલગ ધર્મોના છૂટાછેડા માટેના અલગ અલગ નિયમો નહીં ચાલે. 

• સંપત્તિ વહેંચણી અથવા વારસો  (Property)

- સંપતિના ઉતરાધિકારમાં મહિલાઓને સમાન હક મળશે. 

- અલગ અલગ ધર્મોના સંપતિ અને વારસાને લગતા નિયમો નહીં ચાલે અને બધાને માત્ર એક સમાન નિયમ લાગુ પડશે


⸻


🎯 UCC નો મુખ્ય હેતુ

• દરેક નાગરિક માટે સમાન કાયદા

• મહિલાઓના અધિકારોનું રક્ષણ

• કાયદાની સરળતા


⸻


👍 UCC ના ફાયદા

• કાયદામાં સ્પષ્ટતા

• ન્યાય મેળવવો સરળ બને

• સમાજમાં સમાનતા વધે


⸻


👎 સંભવિત પડકારો

• વિવિધ પરંપરાઓમાં તફાવત

• અમલમાં મુશ્કેલી

• અલગ-અલગ માન્યતાઓને સમાવવા પડકાર


⸻


📜 બંધારણમાં UCC


ભારતના બંધારણના Article 44 મુજબ:

👉 રાજ્યએ એકસરખો નાગરિક કાયદો લાવવાનો પ્રયાસ કરવો જોઈએ


પરંતુ આ ફરજિયાત કાયદો નથી.


⸻


🔥 મહત્વપૂર્ણ નોંધ


આ લેખ માત્ર માહિતી માટે છે.

👉 અહીં આપેલી માહિતી સામાન્ય સમજ માટે છે અને કાનૂની સલાહ નથી.


⸻


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

બંધારણના અનુચ્છેદો(Articles of Indian Constitution)

બંધારણનો ઇતિહાસ

ભારતના બંધારણની ૧૨ અનુસૂચીઓ