બંધારણનો ઇતિહાસ
બંધારણનો ઇતિહાસ(History of Constitution)
- રેગ્યુલેટિંગ એક્ટ 1773
- અંગ્રેજો દ્વારા પસાર કરાયેલ પેહલો એક્ટ
- ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સંસદીય નિયંત્રણની શરૂઆત
- 1774માં બંગાળમાં એક સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના
કરાઈ જેમાં 1 મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશની નિમણુંક કરી(પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિસા ઈમ્પૅ બન્યા)
- બંગાળના ગવર્નરને અંગ્રેજો નીચેના તમામ ક્ષેત્રોના ગવર્નર તરીકે નિયુક્ત કરાયો (આવી રીતે સમગ્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોર્ન હેસ્ટીંગ બન્યો
- કમ્પનીના અધિકારીઓને વ્યક્તિગત વ્યાપાર અને ભારતીય લોકો પાસેથી ભેટસોગાદો અને લાંચ લેવા પર પ્રતિબંધ મુક્યો
- સુધારેલ અધિનિયમ 1981
- ભારતીયોના સામાજીક અને ધાર્મિક રીતિ રિવાજોનું સમ્માન કરવાનો નિર્દેશ
અપાયો
- પીટનો ધારો 1784
- રાજકીય બાબતો કંપની પાસેથી લઇ બ્રિટન સરકારે હસ્તગત કરી
- કંપનીને માત્ર વ્યાપાર વાણિજ્ય ની જવાબદારી સોંપાઈ
- ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે પ્રથમવાર ''બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ'' એવું નામ આપવામાં આવ્યું
- મુંબઈ અને મદ્રાસને સંપૂર્ણ રૂપે બંગાળને આધીન કરી દેવામાં આવ્યુ
- દેશી રાજાઓ સાથે યુદ્ધ અથવા સંધિ કરતા પેહલા ગવર્નર જનરલે કમ્પનીના ડાયરેક્ટરોની
મંજૂરી લેવી અનિવાર્ય હતી
- ભારતમાં કાર્યરત અંગ્રેજ અધિકારીઓ પર કેસ ચલાવા ઈંગ્લેન્ડમાં એક
કોર્ટની સ્થાપના થઇ
- ચાર્ટર અધિનિયમ 1793
- કંપનીને વધુ 20 વર્ષ માટે વ્યાપાર કરવાનો પરવાનો આપવામાં આવ્યો
- બોર્ડ ઓફ કન્ટ્રોલ ના સભ્યોને પગાર ભારતિય મુદ્રા કોષ માંથી આપવામાં
આવ્યો
- ગવર્નરના પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં 12 વર્ષ રહેવાના અનુભવની શરતી જોગવાઈ
- ચાર્ટર અધિનિયમ 1813
- કંપનીનો વ્યાપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરાયો તથા તમામ બ્રિટિશ નાગરિકો માટે ભારતીય બજાર ખુલ્લું કરાયું
- ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી
- ચાર્ટર અધિનિયમ 1833
- બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવામાં આવ્યો
- કંપનીની તમામ વ્યાપારિક ગતિવિધિ બંધ કરવામાં આવી
- ભારતમાં દાસપ્રથાને ગેરકાનુની જાહેર કરાઈ
(પ્રથમ લો કમિશન નિમાયું, જેના અધ્યક્ષ ''લોર્ડ મેકોલે'' બન્યા, આ કમિશને 1837માં IPC નો ખરડો તૈયાર કર્યો)
- ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ
- બંગાળનો ગવર્નર જનરલ સંપૂર્ણ ભારતનો ગવર્નર જનરલ બન્યો
- ''વિલિયમ બેન્ટીક'' ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ બન્યો
- અંગ્રેજોને પરવાના વગર ભારત આવવાની, વસવાની અને જમીન ખરીદવાની છૂટ મળી
- ભારતમાં દાસપ્રથાની સમાપ્તિ કરી દેવાઈ (નોંધ - 1853 ચાર્ટર એક્ટ દ્વારા
કેન્દ્રીય વિધાન મંડળનો પાયો નખાયો.તેને ભારતની સૌ પ્રથમ સંસદ કહેવામાં આવી)
- ચાર્ટર અધિનિયમ 1853
- અંતિમ ચાર્ટર અધિનિયમ
- ભારતમાં સિવિલ સેવાનો પ્રારંભ (1854માં મેકોલેસમિતિની રચના કરાઈ)
- વિધાન પરિષદની સભ્ય સંખ્યા વધારીને 12 કરાઈ.
- ભારત શાસન અધિનિયમ 1858
- સંપૂર્ણ ભારત બ્રિટિશ તાજની સતા હેઠળ
આવ્યું.
- કોર્ટ ઓફ ડાયરેકટર્સ અને બોર્ડ ઓફ કન્ટ્રોલ બન્નેની
સમાપ્તિ કરાઈ.
- ''સેક્રેટરી ઓફ ઇન્ડિયા'' (ભારત સચિવ) નામના નવા પદનું સર્જન કરાયું
- ભારત સચિવની સહાયતા માટે 15 સભ્યોની બનેલ ભારતીય પરિષદની રચના
- ગવર્નર જનરલ નું પદ સમાપ્ત કરી વાઇસરૉયના પદનું
સર્જન કરાયું (ભારતનો
સૌ પ્રથમ વાઇસરોય - લોર્ડ કેનિંગ)
- ભારત પરિષદ અધિનિયમ 1861
- 1859માં કેનિંગ દ્વારા પોર્ટફોલિયો પદ્ધતિને માન્યતા
- વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા
- મદ્રાસ અને મુંબઈને કાયદો બનાવાની શક્તિ પુન: આપીને વિકેંદ્રીકરણની શરૂઆત.
- કાયદો બનાવાની પ્રક્રિયામાં ભારતીય પ્રતિનિધિઓને સમાવવાની શરૂઆત કરાઈ
(આ અંતર્ગત 1862માં કેનિંગે ત્રણ ભારતીયો બનારસના રાજા, પાટિયાલાના રાજા અને સર દીનકરરાવનો વિધાન પરિષદમાં સમાવેશ કર્યો.
- ભારતીય પરિષદ અધિનિયમ 1892
- સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત.
- વિધાન પરિષદને બજેટ પર ચર્ચા કરવા અને કારોબારીને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી.
- ભારતીય પરિષદ અધિનિયમ 1909(મોર્લે-મિન્ટો એક્ટ)
- ભારતીય સચિવ - મોર્લે, વાઇસરોય - મિન્ટો
- ચૂંટણી માટે મતદાર મંડળની સભ્યતા માટે આવક, સંપત્તિ અને શેક્ષણિક લાયકાતને આધાર બનાવાયો
- સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઇ (આથી મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના જનક મનાય છે.)
- ગવર્નર જનરલની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણુંક કરવાની જોગવાઈ (સૌ પ્રથમ નિમણુંક પામેલ ભારતીય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા)
- ભારત શાસન અધિનિયમ 1919(મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારો)
- ભારત સચિવ - મોન્ટેગ્યુ, વાઇસરોય - ચેમ્સફર્ડ
- દ્વેધ શાસન પ્રણાલીની શરૂઆત (દ્વેધ શાસન પ્રણાલીના જન્મદાતા - સર
લિયોનીલ કોટીશ)
- દેશમાં સૌ પ્રથમ પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત
- મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો
- સૌ પ્રથમવાર કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરવામાં આવ્યું અને
રાજ્યની વિધાન પરિષદોને પોતાનું બજેટ બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો
- કેન્દ્રમાં દ્વી સદનીય શાસન વ્યવસ્થાની શરૂઆત
- 1926માં લોકસેવા આયોગ (સિવિલ સર્વિસ કમિશન) ની રચના કરાઈ
- લંડનમાં ભારતના ઉચ્ચાયુક્તનાં કાર્યાલયનું સર્જન થયું
- ભારત શાસન અધિનિયમ 1935
- પુરુષો અને મહિલાઓને સમાન મત અધિકાર આપવામાં આવ્યો
- લાંબો વિસ્તૃત દસ્તાવેજ બનાવામાં આવ્યો જેમાં 321 કલમો અને 10 અનુસુચીઓ હતી.
- પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દોનો સૌ પ્રથમ પ્રયોગ થયો
- બર્માને ભારતથી અલગ કરવામાં આવ્યું
- ઉડ઼ીસા અને સિંધ બે નવા પ્રાંતો બનાવવામાં આવ્યા
- ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1-એપ્રિલ-1935 માં કરવામાં આવી.
- સંઘ લોકસેવા આયોગ અને પ્રાંતોમા લોકસેવા આયોગની સ્થાપના કરવામાં આવી
- 1937માં સંઘીય ન્યાયાલય (Federal court) ની સ્થાપના કરવામાં
આવી
-ભારતની બંધારણસભાનો ઇતિહાસ-
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫માં બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી.
- આખરે 1940માં આ માગણી સ્વીકારી, જે ઓગષ્ટ ઓફર તરીકે ઓળખાઈ.
- બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯, ૧૯૪૬ નાં
રોજ મળી હતી.
- ૨૯ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવા માટે સમિતિ રચવામાં આવી.
- બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ
સિંહા બન્યા અને ત્યારબાદ ડો. રાજેન્દ્રપ્રસાદ
સૌ પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ બન્યા.
-
26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ
સભાના અધ્યક્ષ ઉપરાંત 284 સભ્યોએ બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર
કર્યા.
- બંધારણ બનાવતા ૨
વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.
- બંધારણ ઘડવાનો ખર્ચ રુ/- ૬૪ લાખ થયો હતો.
- બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સર.એમ.એન.રોય ને
આવ્યો હતો.
- બંધારણના પ્રારૂપ પર વિચાર કરવા બંધારણસભાએ 266 દિવસ સુધી બેઠકો કરી.
- ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો, ૪૪૬ અનુચ્છેદ છે.
- જયારે બંધારણસભા દ્વારા પસાર કરાયેલા બંધારણમાં કુલ 395 અનુચ્છેદ, અને 8 અનુસૂચિઓ હતી.
- બંધારણનું આમુખ જવાહારલાલ નહેરુએ ''ઉદેશ્ય પ્રસ્તાવ'' તરીકે રજૂ કર્યુ હતું. અને આમુખ
તૈયાર કરનાર બંધારણસભાના સલાહકાર સર બેનીગલરાવ (બી.એન.રાવ) હતા.
- ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
- જયારે આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં
આવ્યા હતો.
-બંધારણસભાની સમિતિઓ અને તે સમિતિના અધ્યક્ષો-
- મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ - વલ્લભભાઈ
પટેલ
- પ્રાંતીય બંધારણ સમિતિ
- વલ્લભભાઈ
પટેલ
- સંઘ શક્તિ સમિતિ
- જવાહરલાલ નહેરુ
- સંઘ બંધારણ સમિતિ
- જવાહરલાલ નહેરુ
- પ્રારૂપ સમીક્ષા સમિતિ
- અલ્લાદી ક્રિષ્નાસ્વામી ઐયર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો