ભારતના બંધારણની ૧૨ અનુસૂચીઓ
ભારતીય બંધારણ માં કુલ ૧૨ અનુસુચીઓ અસ્તિત્વમાં છે. જેમાં રાષ્ટ્રની હદ, રાજ્યના નામ, શપથ, રાજ્યનો વિસ્તાર, પગાર, ભાષાઓ, જાતિઓ, ધર્મ, વગેરે અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ અનુસૂચિની માહિતી નીચે પ્રમાણે છે. અનુસૂચી – ૧ ૧. રાજ્યોના નામ અને તેમની પ્રાદેશિક હદ. ૨. કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેમની હદ. અનુસૂચી – ૨ પગાર, ભથ્થાં, વિશેષાધિકારો અને તેને સંબંધિત જોગવાઈઓ: (નીચેના હોદ્દેદારોનો સમાવેશ થાય છે.) 1. ભારતના રાષ્ટ્રપતિ 2. રાજ્યોના રાજ્યપાલો ૩. લોકસભાના અધ્યક્ષ અને ડેપ્યુટી સ્પીકર ૪. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપ-અધ્યક્ષ ૫. રાજ્યોમાં વિધાનસભાના અધ્યક્ષ અને ડેપ્યુટી સ્પીકર ૬. રાજ્યોમાં વિધાન પરિષદના અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષ ૭. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ૮. ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશ ૯. ભારતના નિયંત્રક અને ઓડિટર-જનરલ અનુસૂચી – ૩ શપથ અથવા પ્રતિજ્ઞાઓ (આ અનુસૂચિમાં નીચેના હોદ્દેદારોને શપથ લેવાના હોય છે ) ૧. કેન્દ્રીય મંત્રીઓ ૨. સંસદની ચૂંટણી માટેના ઉમેદવારો ૩. સંસદ સભ્યો ૪. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ૫. ભારતના નિયં...
